Eyes Cleaning | આંખોની સફાઈ | આંખોની કાળજી
આંખોને તંદુરસ્ત રાખવા તથા તેને રોગગ્રસ્ત થતી બચાવવા પૈષ્ટીક
ખોરાક, નિયમિત કસરત,પૂરતી ઊંઘ, આંખોની યોગ્ય સફાઈ, આંખોનુ ધૂળ ધુમાડા અને તડકા થી
સનગ્લાસીસ દ્વારા રક્ષણ, નિરવ્યસની જીવન,
બ્લડપ્રેશર અને ડાયાબિટીસ જેવા
આનુષંગિક રોગો ની યોગ્ય સારવાર તથા નિયમિત સંપૂર્ણ બોડી ચેક-અપ કરાવવુ અત્યંત
જરૂરી છે. આંખમા કોઈ પણ તકલીફ ન હોય તો પણ વર્ષ મા એકવાર આંખના નિષ્ણાત ડોક્ટર
પાસે આંખની તપાસ અવશ્ય કરાવવી જોઈએ જેનાથી આંખમા પેદા થઈ શકતી સમસ્યાઓ ની આગોતરી
જાણ અને તેની સમયસર થઈ શકતી સમસ્યાઓ ની આગોતરી જાણ અને તેની સમયસર સારવાર થઈન
શકે.આપણી અનમોલ આંખોની સ્વસ્થ રાખવાનો આ સૈથી શ્રેષ્ઠ માર્ગ છે..
આંખમાં તકલીફ ન હોય તો પણ વર્ષમાં એકવાર આંખના નિષ્ણાત ડોક્ટર પાસે
આંખની તપાસ કરાવવી જોઈએ
જુદી-જુદી અવસ્થાઓમાં આંખની જાળવણીની રીતો જિંદગીની જુદી-જુદી
અવસ્થાઓમાં આંખની જાળવણીની રીતો જરૂરથી બદલાઈ જાય છે. • ગર્ભાવસ્થા દરમિયાન
માતા-પિતાની ફરજ બને છે કે ડોક્ટરના સંપર્કમાં રહેવું અને જરૂરી રસીઓ લઈ લેવી
જેનાથી જન્મનાર બાળકની આંખો અવિકસિત ન રહે અથવા બાળક જન્મજાત મોતીયા સાથે ન જન્મે. • જન્મ પછી બાળકને જો
આંખમાંથી સતત પાણી નિકળ્યા કરતું હોય તો ડોક્ટરનો સંપર્ક કરી જન્મજાત નાસૂર છે કે
નહીં તેની તપાસ કરાવી યોગ્ય સારવાર કરાવી જોઈએ. • બાળક શાળાએ જતું થાય અને દૂરનું ન દેખાય અથવા માથું
દુખવાની ફરિયાદ કરે તો તેને આંખના નંબર હોઈ શકે છે. Myopia એટલે માઈનસ નંબર વારસાગત
આવી શકે છે. બાળક ટીવી ખૂબ નજીક જઈને જોવે તો બાળકને ટોકવા કરતાં ડોક્ટર પાસે લઈ
જવું વધારે હિતાવહ છે. • બાળકને પૂરતા પ્રમાણમાં વિટામીન-એ વાળો ખોરાક આપવો જેમાં ગાજર, પાલકની ભાજી, અખરોટ, બ્રોકોલી, ઈંડાનો સમાવેશ થાય છે
જેથી બાળકને રતાંઘળાપણું ના આવે. • બાળકને દર બે વર્ષે ડોક્ટરને ત્યાં તપાસ માટે લઈ જવું જરૂરી છે. ઘણીવાર એક
આંખની નજર થોડી ઓછી હોય તો જરૂરી કસરત કરાવીને સુધારી શકાય છે. પણ આ કસરતનું સારૂ
પરિણામ બાર વર્ષની ઉંમર સુધી જ મળી શકે છે. મોટા ભાગના બાળકોને ખબર નથી પડતી કે એક
આંખ નબળી છે અને ખબર પડે ત્યારે ઉંમર વધી જવાથી કંઈ કરી શકાતુ નથી જેને amblyopia કહેવાય છે • સૂર્યના કિરણો સામે રક્ષણ
– આપણી આંખમાં પ્રવેશતા
સૂર્યના કિરણોમાં રહેલ અલ્ટ્રાવાયોલેટ કિરણો આંખ માટે હાનિકારક છે જેનાથી મોતીયા
આવી શકે છે અને પડદાને પણ નુક્સાન થઈ શકે છે. જરેક વ્યક્તિએ યુ.વી. પ્રોટેક્શન
વાળા ગોગલ્સ પહેરીને જ બહાર નિકળવું જોઈએ.