
YOGA
"આત્માનું પરમાત્મા સાથેનું મિલન એટલે યોગ." સાદી ભાષામાં કહીએ તો ખુદનું ખુદ ની સાથેનું મિલન એટલે યોગ. આજની ભાગ-દોડ ભરી જિંદગીમાં માણસ ખુદથી વિખૂટો પડી ગયો છે એને ફરીથી મેળાપ કરવાનું કામ યોગ કરે છે. યોગ એ બાહ્ય જગતમાં આવતા પડકારો સામે ટકી રહેવાની વેક્સીન છે. સાથે-સાથે શારીરિક તકલીફોમાં પણ દવાનું કામ કરે છે.

SPORTS
રમવું એ માણસની સહજ પ્રકૃતિ છે. પરંતુ ટેક્નોલોજી ના યુગ માં માણસ ધીરે-ધીરે મેદાનથી અળગો થતો જાય છે. જેથી માણસ શારીરિક અને માનસિક રીતે પાંગળો બનતો જાય છે. રમતનો હેતુ વિજેતા બનવું એ નથી, આનંદ આવવો એ છે. રમત માણસને મજબૂત અને સશક્ત બનાવે છે. પડકારો સામે લડવાની તાલીમ આપે છે.

TREKKING
આજના ભીડ-ભાડ વાળા યુગમાં માણસ પ્રકૃતિને વિસરતો જાય છે. પર્વતારોહણ માણસને ફરી પ્રકૃતિ તરફ લઇ જાય છે. કુદરતના ખોળે, કુદરતના અંગોમાં એકલીન થઇ પ્રકૃતિને માણવી એ માણસનો મૂળભૂત સ્વભાવ છે.

EDUCATION
ગાંધીજીના મતે મન, શરીર અને આત્માની કેળવણી એટલે શિક્ષણ. શિક્ષણને આપણે અક્ષરજ્ઞાન કે ડીગ્રી સાથે જોડીએ છીએ. શિક્ષણનો ધ્યેય સર્વાંગી વિકાસનો છે; નહિ કે ડીગ્રી યા નોકરી. સાચું શિક્ષણ સમાજમાં ગુલામ નહિ પણ પગભર બનાવે છે. શિક્ષણનું કામ રોટલો રળવાનું નહિ પરંતુ કમાયેલો રોટલો કેવી રીતે ખાવો તે શીખવે છે. શિક્ષણનું કામ સમાજમાં સારો નાગરિક બનાવવાનું છે. સારા નરસાનો ભેદ ઓળખવાનું કામ છે. સાથે-સાથે કુદરતના તત્વો ને ઓળખવાનું અને એમાં વિલીન થઇ જવાનું કામ શિક્ષણ કરે છે.
નવીનતમ બ્લોગ
નવીનતમ વિડિઓ


વધારે માહિતી
મુરુભાઈ આંબલીયા સાહેબ
Govt. Pri. Teacher, Art Of Living Teacher, Gujarat State Yog Board Yog Coach, Roack Climbing Instructor, Marathon Runner......